મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મિ) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE













માળીયા (મિ) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

માળીયા (મિ) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સરળ ભાષામાં જાણકારી આપવામાં આવી હતી 

માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં માહિતીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચેરમેન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિએ ખેડૂતોને મળતા વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપી હતી. તેમજ મનરેગા યોજનાના ડી.ડી.પી.સી. છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા યોજનાના એ.પી.ઓ. દ્વારા મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોના મળવાપાત્ર વ્યક્તિગત લાભ વિશે પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેકડેમો બનાવવા, જમીન લેવલિંગના કામો, શોકપીટના કામો, કંપોષ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં ભાગ લેવા અંગે સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા અને બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો ઉપલબ્ધ રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો.




Latest News