મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી-નસીતપર ગામે દારૂની બે રેડ: પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE







































મોરબી-નસીતપર ગામે દારૂની બે રેડ: પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી શહેરમાં અને ટંકારા તાલુકાના નસીતપર ગામે દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને દારૂની પાંચ બોટલો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

ટંકારા તાલુકાના નસીતપર ગામે કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી 2088 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા વાહન નંબર જીજે 36 એજી 1820 જેની કિંમત 15000 રૂપિયા આમ કુલ મળીને 17,088 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શ્યામભાઈ ડાયાભાઈ ચૌહાણ (24) રહે. નસીતપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

મોરબીમાં વાઘપરાના નાકા પાસે આવેલ દિનેશ પાન પાછળ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 1,000 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ભાવેશગીરી રમણીકગીરી ગોસાઈ (35) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં-5 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે
















Latest News