માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત
મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને જાત જલાવીને કર્યો આપઘાત
SHARE









મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને જાત જલાવીને કર્યો આપઘાત
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પોટરી નળિયાના કારખાનામાં મજુરની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બે ત્રણ દિવસથી બીમાર રહેતો હતો જેથી તેને મનો મન લાગી આવ્યું હતું અને તેને ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરીને પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી યુવાન આખા શરીરે દાઝી ગયો હતો અને તેનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પોટરી નામના નળિયાના કારખાનામાં મજુરની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશભાઈ મગનભાઈ ચૌહાણ (45)એ કારખાનામાં મજુરની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી આખા શરીરે દાઝી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવવા અંગેની દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ (37) રહે. નજરબાગ રેલવે સ્ટેશન પાસે બૌદ્ધનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન બે ત્રણ દિવસથી બીમાર રહેતો હતો જેથી તેને મનોમન લાગી આવ્યું હતું અને તેણે ગઈકાલે સવારે 7:30 વાગ્યાના અરસામાં ઓરડીની અંદર પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી તેનું મોત નીપજયું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
