મોરબી-નસીતપર ગામે દારૂની બે રેડ: પાંચ બોટલ દારૂ સાથે બે પકડાયા
ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો
SHARE









ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો
ટંકારા મોરબી હાઇવે રોડ પર આવેલ જીનની સામેથી ત્રીપલ સવારી બાઇક જતું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને પાછળના જોટામાં હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનોના મોત થયા હતા જો કે, એક યુવાનને ઇજા થઇ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ઇજા પામેલા યુવાનને ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં લીલાપર રોડ ઉપર જકાતનાકા પાસે રહેતા અબજલશા ફિરોજશા કારાણી (18) નામના યુવાને ટ્રક નંબર જીજે 3 ટી 4119 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા મોરબી રોડ ઉપર આવેલ દ્વારકાધીશ જીનની સામેના ભાગમાંથી ઈરફાનશાના હવાલા વાળા બાઇક નંબર જીજે 36 પી 0147 માં ફરિયાદી તથા ઇરફાનશા અને કમાલશા જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે રોડ વચ્ચેના ડિવાઇડરની કટમાં અચાનક પોતાના વાહનો ટર્ન લીધો હતો ત્યારે તેણે ઇરફાનશાના બાઈકને હડફેટે લીધું હતું અને પાછળના જોટામાં બાઈક આવી જવાના કારણે ફરિયાદી યુવાનને ડાબા હાથના કાંડામાં તથા જમણા પગમાં સાથળના ભાગે અને ઢીંચણના ભાગે ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જોકે, બાઈક ચલાવી રહેલ શાહમદાર ઈરફાનશા હુશેનશા (24) રહે. ભવાની ચોક મોરબી અને તેના મિત્ર શાહમદાર કમાલશા મહમદશા (19) રહે હરબટીયાળી વાળાઓને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેના મોત નીપજયાં હતા હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
