મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઓદ્યોગીક વિસ્તારમાં રોડ-રસ્તા માટે 1200 કરોડ મંજૂર કરતાં ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુત


SHARE







































મોરબીમાં ઓદ્યોગીક વિસ્તારમાં રોડ-રસ્તા માટે 1200 કરોડ મંજૂર કરતાં ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુત

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે મોરબીના ઉદ્યોગકારોની માળખાકીય સુવિધા માટે જુદાજુદા રોડ બનાવવા માટે વધુ 1200 કરોડ મંજુર કર્યા છે.

મોરબી શહેર, તાલુકા અને જીલ્લામાં ચોતરફ વિકાસ થઈ રહ્યો છે અને સતત નવા કારખાના આવી રહ્યા છે ત્યારે વિવિધ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ઉદ્યોગોને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા અંદાજે 375.00 કરોડના રોડ-રસ્તા બનાવવાના કામો કાર્યરત છે. મોરબીના હિતોની હર ઘડી ચિંતા કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગમંત્રી સમક્ષ રજુઆત કરતા ઉદ્યોગમંત્રી બળવંતસિંઘ રાજપુતે  વધુ 1200 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કર્યા છે. જે સમગ્ર વિસ્તાર માટે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે.

આંતરિક રોડ રસ્તાઓ ખૂબ જ મજબૂત બનવાથી વરસાદની સીઝનમાં પણ સરળતાથી પોતપોતાના ઉદ્યોગ ગૃહ સુધી ઉદ્યોગકારો પહોચી શકાશે અને મોટા વાહનો ટ્રક ટ્રેલર પણ આસાનીથી પરિવહન કરી શકશે. અત્રે ઉલેખનીય છેકે, રોડ રસ્તાઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ છે. ડબલ એન્જીન સરકારના માધ્યમથી નેશનલ હાઈવે, નેશનલ એક્સપ્રેસ હાઇવે, ફલાય ઓવર, ઓવરબ્રિજી, અને એઈટ લેન, સિક્સ લેન, ફોરલેન વી9ગેરે ખૂબ મોટી માત્રામાં બની રહ્યા છે. ત્યારે મોરબીના ઉદ્યોગોને આ સુવિધા મળતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છે.
















Latest News