મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલા મહિલા સહિતના ચાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













ટંકારા તાલુકામાં હનીટ્રેપના ગુનામાં પકડાયેલા મહિલા સહિતના ચાર આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર

ટંકારા તાલુકામાં હનીટ્રેપનો બનાવ બનેલ હતો જેની કારખાનેદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ મહિલા સહિતના ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અને આ ગુનામાં બે આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

ટંકારા તાલુકાનાં હરિપર ગામે રહેતા કારખાનેદાર અજિતભાઈ ભાગીયા નામના યુવાનને અજાણ્યા નંબર માંથી મહિલાનો ફોન આવેલ હતો અને ત્યાર બાદ મહિલાએ વ્હોટ્સ એપમાં મેસેજ કર્યા હતા અને પછી ફેન્ડસીપ કરવી છે તેવુ કહ્યુ હતુ. અને યુવાન સાથે વાતચિત ચાલુ થયેલ હતી અને મહિલાએ હોસ્પિટલે રાજકોટ જવાનું છે તેવું કહ્યું હતું ત્યાર બાદ યુવાન અને તેનો મિત્ર તથા મહિલા રાજકોટ ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા અને મહિલા કારમાંથી નીચે ઉતારી હતી તેવામાં અચાનક સ્વિફ્ટ કાર નં. જીજે 36 એજે 9172 આવી હતી જેમાંથી ઉતરેલા શખ્સોએ કારખાનેદાર અને તેના મિત્રનું અપહરણ કર્યું હતું અને એક લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યાર પછી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ, તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ, રહે. બંને ટંકારાસંજયભાઈ ભિખાલાલ ડારા રહે. ખેવારિયા મોરબી અને હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. નાની વાવડી મોરબી વાળની ધરપકડ કરેલ હતી અને તેઓની પાસેથી પાંચ લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન અને એક ગાડી મળીને કુલ 8.25 લાખનો મુદામાલ કબજે કરેલ હતો ત્યાર બાદ આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે મહિલા સહિતના આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ ગુનામાં હજુ રુત્વિક દિનેશભાઇ રાઠોડ રહે. ખેવારિયા અને રણછોડભાઈ ભીખાભાઇ કરોતરા રહે. સજનપર વાળાને પકડવાના બાકી છ






Latest News