ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર પાસે રીક્ષા પલ્ટી જતાં છ લોકો સારવારમાં, અન્ય બનાવમાં ચાર લોકોને ઇજા


SHARE













મોરબીના અમરનગર પાસે રીક્ષા પલ્ટી જતાં છ લોકો સારવારમાં, અન્ય બનાવમાં ચાર લોકોને ઇજા

 

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા અમરનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રીક્ષા પલ્ટી જવાના બનાવમાં છ લોકોને ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે.

 

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે અમરનગર ગામની પાસે રીક્ષા પલ્ટી જવાનો બનાવ બનેલ જેમાં સાઉદીન રસુલભાઇ કાજડીયા (૩૦), કાસમ અબાસભાઇ ભટ્ટી (૧૯), નવાજ રફીકભાઇ ભટ્ટી (૧૭), સબીર ઇસ્માઈલભાઇ મોવર (૩૦), કરીમ ઇલ્યાસભાઇ ભટ્ટી (૨૮) અને રિયાઝ (૩૨) રહે.બધા માળીયા મીંયાણા ને ઇજાઓ થતા અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢીયાર અકસ્માત બનાવ સંદર્ભે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

અકસ્માત બનાવોમાં મહીલા સહીત ચાર લોકો સારવારમાં

માળીયા મિંયાણાના વેજલપર ગામના રહેવાસી ભાવિન વાલજીભાઈ ગડેસીયા નામના ૧૯ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઈજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે ખાખરેચી ગામેથી વેજલપર જતો હતો ત્યારે તેના બાઇક આડે અચાનક કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી જમણા હાથે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ શિવશંકર ડેરી પાસેથી બાઈક લઈને પસાર થતા તુષાર દિલીપભાઈ પંડ્યા (ઉમર ૧૭) રહે.મહેન્દ્રનગરના બાઇકને અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા તુષાર પંડ્યાને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

તે રીતે જ મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ગુંગણ ગામે બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જે બનાવમાં ગુંગણ ગામના પ્રસન્નબા ભરતસિંહ જાડેજા (ઉમર ૩૬) નામના મહિલાને ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના જેતપર તથા સાપર ગામની વચ્ચે બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં રાજેન્દ્ર મૂળજીભાઈ સોલંકી (ઉમર ૩૩) રહે.જુના દેવડીયા તા.હળવદ ને ઇજાઓ તથા તેમને પણ મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.






Latest News