મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વન વીક વન રોડ: મોરબીના વાવડી રોડે દુકાનદારોના કાચા-પાકા દબાણોનો ભુક્કો બોલાવતું સરકારી બુલડોઝર


SHARE





વન વીક વન રોડ: મોરબીના વાવડી રોડે દુકાનદારોના કાચા-પાકા દબાણોનો ભુક્કો બોલાવતું સરકારી બુલડોઝર

મોરબીમાં મોટાભાગના રોડની આજુબાજુમાં દબાણો છે ત્યારે આ દબાણોને દૂર કરવા માટેની ખાસ ઝુંબેશ મહાપાલિકાની ટીમે શરૂ કરી છે તેના ભાગરૂપે વન વીક વન રોડ દબાણ હટાવવામાં આવી રહ્યા છે અને આજે મોરબીના વાવડી રોડે દુકાનદારોના કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી ત્યાર બાદ પહેલા જ કમિશ્નરે દબાણો હટાવવા માટેની વાત કરી હતી ત્યાર બાદ જુદાજુદા વિસ્તારમાં દબાણો દુર કરવામાં આવી રહ્યા છે તેવામાં પહેલા મોરબીના શનાળા રોડ ઉપર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને આજે મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની સહિતની ટિમ બુલડોઝર સાથે મોરબીના વાવડી રોડે પહોચી હતી અને ત્યાર દુકાનો અને મકાનો પાસે કરવામાં આવેલા કાચા અને પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે વાવડી રોડ ઉપર હનીમાનજી મંદિરથી બાયપાસ સુધીના રોડની બંને બાજુએ દબાણો હતા તેને દૂર કરાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલેખનીય છેકે, મહાપાલિકાની ટિમ ધડોધડ દબાણ દૂર કરી રહી છે જેથી આજે કામ શરૂ કરવામાં આવ્યું તે પહેલા લગભગ 50 થી વધુ લોકોએ સ્વેચ્છાએ તેના દબાણો હટાવી લીધા હતા. વધુમાં અધિકારી કહ્યું હતું કે, હાલમાં શહેરમાં 28 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવેલ છે જેમાં દર બુધવારે એક દિવસ વન વિક વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલમાં જે વાવડી રોડ ઉપરથી દબાણોને દૂર કરવામાં આવેલ છે તે રોડને આઇકોનીક રોડ બનાવવામાં આવશે. અને આ રોડની બંને બાજુએ ફૂટપાથ, બેસવાના બાંકડા, સારી સ્ટ્રીટ લાઇ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.




Latest News