ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું


SHARE













મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃદ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.તાજેતરમાં શોભેશ્વર રોડ ખાતે સ્થિત જિલ્લા સેવા સદનના પરિસરમાં એક શ્વાનને વાયરલ ઇન્ફેકશન થયું હતું. જેથી તેણે અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો અને આ અબોલ જીવનું આખું શરીર કાંપતું હતું. આ અંગે ૧૯૬૨ ટીમને જાણ કરવામાં આવી હતી. આ કોલ મળતા જ તેઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને શ્વાનની સારવાર કરી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા માહિતી કચેરી, જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સિક્યોરીટી સ્ટાફનો સહયોગ મળ્યો હતો






Latest News