મોરબીના ગાળા ગામ નજીક કન્વેન્યર બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત
હળવદના મિયાણી ગામે વીજ ચેકિંગની ટીમ ઉપર હુમલો કરનારા એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ
SHARE









હળવદના મિયાણી ગામે વીજ ચેકિંગની ટીમ ઉપર હુમલો કરનારા એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ
હળવદ તાલુકાનાં મિયાણી ગામે વીજ ચેકિંગ કરવા માટે ટીમ ગયેલ હતી ત્યારે બે ઘરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે ગેરરીતિ સામે આવી હતી જેથી ઘરધણી સહિતના લોકોએ વીજ ચેકિંગ કરી રહેલ ટીમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળો આપીને બોલાચાલી કરી હતી જેથી કરીને ઈજનેરે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત કુલ ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ખંભાળીયા ટાઉનહોલની સામે રહેતા અને પી.જી.વી.સી.એલ. ખંભાળીયા ડીવીઝનમા જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા નિલેષભાઇ જાદવભાઇ ખેતરપાલ (51)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઇ રણછોડભાઈ રંભાણી અને ચતુરભાઇ માંડણભાઇ રંભાણી તેમજ એક અજાણી મહિલા અને એક અજાણ્યા પુરુષ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, તે અને તેના સ્ટાફના ધર્મેન્દ્રભાઇ પ્રાગજીભાઈ રાઠોડ તથા એસઆરપી ના જવાન જયેશભાઇ કાનજીભાઈ ચૌહાણ તથા કુલદીપસિંહ ખોડુભા ભાટીયા હળવદ પીજીવીસીએલ ગ્રામ્ય વિસ્તારમા ચેકીંગમા ગયા હતા ત્યારે મીયાણી ગામે આવતા સવારના સાતેક વાગ્યાના અરશામાં એક રહેણાક મકાનમા વીજ ચેકિંગ કરતા ગેરરીતી જણાતા ઘર માલીકનુ નામ પુછતા હતા ત્યારે નામ આપવા બાબતે જરૂરી પુરાવા માગતા બોલાચાલી કરી હતી અને દેકારો સાંભળી શેરીમાંથી બીજો લોકો પણ ભેગા થઈ ગયેલ હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા.
આટલું જ નહીં ચેકિંગમાં ગયેલ ટીમને કહેવા લાગ્યા હતા કે, સવાર સવાર મા ચેકિંગ કરવા શું આવી જાવ છો ? તેમ કહી ગાળ આપીને ઘરમાંથી બહાર નીકળી જાવ નહિતર મજા નહી આવે તેમ ધમકી આપેલ હતી. ત્યારે ચેકીંગની કાર્યવાહી કરેલ ત્યારે પ્રકાશભાઇ રણછોડભાઈ રંભાણી અને ચતુરભાઇ માંડણભાઇ રંભાણીના ઘરે ગેરરીતિ સામે આવી હતી અને ચતુરભાઈના ઘરે કાર્યવાહી કરીને ટિમ આગળ જઈ રહી હતી ત્યારે એક અજાણ્યો પુરૂષ તથા એક અજાણી મહીલા આવ્યા હતા અને ટીમને રોકી હતી અને ત્યારે અજાણ્યા પુરૂષના હાથમા લાકડાનો ધોકો હતો. અને સુરક્ષામાં રહેલ એસઆરપી જવાનોએ શાંતી રાખવા જણાવતા પુરૂષ તથા મહીલાએ એસઆરપી જવાનોને ગાળો આપી હતી જેથી હાલમાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
