માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

ટોકન સાથે જુગાર રમતા શખ્સો ચીલ્લર સાથે પકડાયા !: વાંકાનેર તાલુકામાં વાડીએ જુગાર રમતા 4 શખ્સો 9.71 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ફરાર


SHARE













ટોકન સાથે જુગાર રમતા શખ્સો ચીલ્લર સાથે પકડાયા !: વાંકાનેર તાલુકામાં વાડીએ જુગાર રમતા 4 શખ્સો 9.71 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ફરાર

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતો જો કે, પોલીસે સ્થળ ઉપરથી ચાર શખ્સોની ધરપકડ કરી છે અને પાંચ શખ્સો ત્યાંથી નાશી ગયા હતા. હાલમાં પોલીસે રોકડ અને વાહન મળીને 9.71 લાખનો મુદામાલ કબજે કરેલ છે તેમજ સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના જુદાજુદા કલરના ટોકન પણ કબજે કરવામાં આવેલ છે. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોટડાનાયાણી ગામે રહેતા પરાક્રમસિંહ હાલુભા જાડેજાની વાડીમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે તેની વાદીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીમા આવેલ ઓરડી નજીક પોલીસ પહોચી ત્યાં અંદર બેઠેલા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતી અને કેટલાક શખ્સો તકનો લાભ લઈને ત્યાંથી નાશી ગયા હતા જો કે, પોલીસે સ્થળ ઉપરથી પરાક્રમસિંહ હાલુભા જાડેજા (45) હે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર, ફેજલભાઈ આરીફભાઈ ગલેરીયા (31) રહે, જંગલેશ્વર, નિલમ પાર્ક બંધ સોસાયટી રાજકોટ, ડાડામીયા મહોમંદમીયા પીરજાદા (33) રહે. હાલ જંગલેશ્વર ભવાની ચોક પાસે રાજકોટ મુળ રહે. હડાળા, નૈમીષભાઈ ધીરેંદ્રભાઈ માણેક (31) રહે. રૈયા રોડ ગાંધીગ્રામ-1 રાજકોટ વાળા મળી આવ્યા હતા જો કે, પોલીસે રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતી અને તે સમયે તકનો લાભ લઈને વિપુલભાઈ ઉર્ફે જાંબુ રહે. રાજકોટ, જાવેદ મેમણ રહે. રાજકોટ, ભટ્ટભાઈ ઉર્ફે કાકા ઇકો વાળા, વિપુલભાઈ ઉર્ફે જાંબુ સાથે રાજકોટથી આવેલા બે અજાણ્યા શખ્સ નાશી ગયેલ છે જેથી કરીને પોલીસે કુલ નવ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. હાલમાં જે આરોપીઓ પકડાયેલ છે તેની પાસેથી પોલીસે 6810 રોકડા તેમજ 9.65 લાખ રૂપિયાની કિંમતના પાંચ વાહનો જેમાં એક સ્કૂટર, બે બાઇક અને બે કારનો સમાવેશ થયે છે તે મળીને 9,71,810 નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ સ્થળ ઉપરથી અલગ અલગ ગુલાબી, લીલો, પીળો, સફેદ કલરના પ્લાસ્ટીકના 174 ટોકન અને બે ઘોડી ના પાસા મળી આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે જુગારની રેડ કરીને જે શખ્સોને પકડવામાં આવેલ છે તેમાંથી કેટલાક રાજકોટના છે અને નાશી ગયેલા શ્ખ્સોમાં પણ રાજકોટના શખ્સોનો સમાવેશ થાય છે તો શું રાજકોટથી ચિલ્લર લઈને જુગાર રમવા માટે આ શખ્સો આવ્યા હશે ? તે તપાસનો વિષય છે અને જુગારની રેડમાં નજીવી રોકડ રકમ પકડાયેલ છે જો કે, કુલ રકમ લાખોમાં દર્શાવવામાં આવેલ છે જેથી કરીને પોલીસ બેડામાં અનેક તર્કવિતર્ક થવા લાગેલ છે.








Latest News