મોરબીના અન્સ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજાયા
SHARE
મોરબીના અન્સ્ટોપેબલ વોરિયર્સ દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજાયા
મોરબીના અન્સ્ટોપેબલ વોરિયર્સ ની ટીમે કેશવાનંદ બાપુની તપોભૂમિ ખોખરા હનુમાનજી મંદિરે સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. ત્યારે 21 દંપતિઓએ લગ્નગ્રંથીથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહમાં મહંત દામજી ભગત, આરએસએસના ડો.જયંતિભાઈ ભાડેસિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, હળવદ શહેર ભાજપના પ્રમુખ તપનભાઈ દવે, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા સહિતના હાજર રહ્યા હતા. અને તેઓએ હેતલબેન આંખજા તેમજ તેની ટીમની કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.