ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE













વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો

વાંકાનેરના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો અને તેની પાસેથી મોબાઈલ લેવા માટે તેને દુખ ત્રાસ આપતા હતા જેથી તે યુવાને આપઘાત કર્યો હટો માટે મૃતક યુવાનના ભાઈએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ અમરસિંહજી મીલ સામે હાઉસિંગમાં રહેતા કિરીટભાઈ રમેશભાઈ દલસાણીયા (37)વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ ડાયાભાઈ ચાવડા, અભિભાઈ નરેશભાઈ ચાવડા, નરેશભાઈનો બીજો દીકરો તેમજ નરેશભાઈના બનેવીનો દીકરો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેના ભાઈ ભાવેશભાઈઆરોપીઓનો મોબાઇલ લઇ લીધેલ છે તેવું કહીને આરોપીઓએ ફરિયાદીના ભાઈને ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ મોબાઈલ પાછો આપી દેવા દુઃખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીના ભાઈને લાગી આવતા ભાવેશભાઈએ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આમ યુવાનને મરવા માટે મજબૂર કર્યો હોવાની મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News