મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને વ્યાજે લીધેલા રૂપિયાથી વધુ પાછા ચૂકવી દીધા તો પણ 10.24 લાખની પઠાણી ઉઘરાણી !, બે સામે ફરિયાદ


SHARE

















મોરબીમાં યુવાને વ્યાજે લીધેલા રૂપિયાથી વધુ પાછા ચૂકવી દીધા તો પણ 10.24 લાખની પઠાણી ઉઘરાણી !, બે સામે ફરિયાદ

મોરબીમાં રહેતા યુવાને ઘર લેવા માટે રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને લીધેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા પાછા આપી દીધેલ છે તો પણ લીધેલ રકમના ત્રણ ગણા રૂપિયા આજની તારીખે માંગવામાં આવેલ છે આલુ જ નહીં વેપારી યુવાન પાસેથી બળજબરી કરીને રૂપિયા કઢાવવા માટે તેને માર મારવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં ભોગ બનેલા વેપારી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ લખતર તાલુકાના કેસરિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા વાળંદ કામ કરતાં વેપારી યુવાન  કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ મનુભાઈ માંડવીયા (46)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હર્ષદભાઈ અમરશીભાઈ લીખિયા રહે. ઉમા ટાઉનશિપ મોરબી તથા લાલાભાઇ રહે. હરભોલે પાન મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ મકાન ખરીદવા માટે રૂપિયાની જરૂર હોય હર્ષદભાઈ લિખિયા પાસેથી માસિક 3 ટકા લેખે 3 લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે તેમણે 3.45 લાખ રૂપિયા મૂડી તથા વ્યાજના ચૂકવી દીધેલ છે તેમ છતાં પણ ફરિયાદીને આરોપીએ લક્ષ્મીનાગર ગામ પાસે આવેલ તેની દુકાને બોલાવી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને મૂડી તથા વ્યાજ મળીને હજુ 10,24,350 રૂપિયા આપવાના છે તેવું કહીને લીસ્ટ ફરિયાદીના ફોનમાં વ્હોટ્સએપથી મોકલ્યું હતું ત્યારબાદ લાલાભાઇએ ફોન કરીને હર્ષદભાઈના વ્યાજે આપેલા રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી હતી અને માર મારવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News