મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો


SHARE









મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય રિક્ષા ચાલકે તેની રીક્ષાનો ઓવરટેક કર્યો હતો અને ત્યાં રીક્ષા ઉભી રાખીને યુવાનને કશું જ કહ્યા વગર ફડાકો માર્યો હતો જેથી યુવાને માર મારવાનું કારણ પૂછતા આ શખ્સે તેની રિક્ષામાંથી ધોકો કાઢીને ધોકાના ત્રણ ઘા યુવાનને માર્યા હતા જેમાં યુવાનનો મોબાઇલ પણ તૂટી ગયો હતો અને ત્યારબાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો અને જતા જતા યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ પાસે વિપુલનગર સોસાયટીમાં રહેતા કુણાલભાઈ મુકેશભાઈ પરમાર (19)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 9244 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાની રીક્ષા નંબર જીજે 36 યુ 7417 લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે આવેલ ઓમકાર પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાની સીએનજી રીક્ષાથી ફરિયાદીની રીક્ષાનો ઓવરટેક કર્યો હતો અને ત્યાં રીક્ષા ઉભી રાખીને નીચે ઉતારીને ફરિયાદી યુવાનને ફડાકો માર્યો હતો જેથી ફરિયાદીએ આરોપીને માર મારવાનું કારણ પૂછતા આરોપી પોતાની રિક્ષામાંથી ધોકો કાઢીને ફરિયાદીને ધોકાને ત્રણ ઘા માર્યા હતા ત્યારે ફરિયાદીનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો અને જતા જતા મારી નાખવાની આરોપીએ ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં રીક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News