જોખમી ચોરી: માળીયા (મી) નજીક ટેન્કરમાંથી ગેસના બાટલા ભરતા એક શખ્સની ૫૬.૪૦ લાખના મુદામાલ સાથે ધરપકડ, ત્રણની શોધખોળ
SHARE







જોખમી ચોરી: માળીયા (મી) નજીક ટેન્કરમાંથી ગેસના બાટલા ભરતા એક શખ્સની ૫૬.૪૦ લાખના મુદામાલ સાથે ધરપકડ, ત્રણની શોધખોળ
મોરબી નજીક હાઇવે રોડની આજુબાજુમાં કોઈપણ જગ્યાએ જોખમી રીતે ગેસના ટેન્કર ઊભા રાખીને તેમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું તો પણ ગેસની ચોરી કરવામાં આવતી જ હોય છે તેવામાં મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ગેસની ટેન્કર અને ગેસના બાટલા સહિત કુલ મળીને ૫૬,૪૦,૧૦૬ નો મુદામાલ કબજે કરેલ છે અને માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ખાનગી બાતમી મળી હતી કે ગેસના ટેન્કરમાંથી જોખમી રીતે ગેસનું કટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને મોરબી માળીયા હાઇવે રોડ ઉપર માળીયા તાલુકાનાં વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે અમુક ઇસમો દ્વારા પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરતા હોવાનું સામે આવ્યું હતું અને આ રીતે ગેસના બાટલા ભરીને તે બાટલાને કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા હોય છે જેથી કરીને એલસીબીની ટીમે સ્થળ ઉપરથી ૫૬,૪૦,૧૦૬ નો મુદામાલ કબજે કરેલ છે અને કુલ ચાર આરોપીઓ સામે માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
હાલમાં પોલીસે ગેસ ભરેલ ટેન્કર જેની કિંમત ૫૧,૦૨,૧૯૬, ગેસ ભરેલા ૧૨ સીલેન્ડર જેની કુલ કિંમત ૨૯,૨૮૦, બોલેરો ગાડી જેની કિંમત ૫,૦૦,૦૦૦, ગેસના ખાલી ૮ સીલેન્ડર જેની કિંમત ૪૦૦૦ તેમજ ૧ મોબાઇલ ફોન, ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી, ખાલી વાલ્વ સહિત કુલ મળીને ૫૬,૪૦,૧૦૬ નો મુદામાલ કબ્જે કરેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં આરોપી સાજન સરીફખાન પઠાણ (૨૧) રહે. હાલ પરંપરા હોટલ વિર વિદરકા ગામ તાલુકો માળીયા(મિ) મૂળ રહે. ચૌની પોસ્ટ પરભેલી યુપી વાળાની ધરપકડ કરેલ છે અને જે આરોપીઓને પકડવાના બાકી છે તેમાં ટેન્કર નં. જીજે 12 એયુ 6771 નો ચાલક, બોલેરો પીકઅપ ગાડી નં. જીજે 16 ઝેડ 3230 નો ચાલક અને તેની સાથે રહેલ શખ્સ નો સમાવેશ થાય છે

