SMC ની રેડની અસર: ટંકારાના લજાઈ-છતર પાસે ત્રણ ગોડાઉન-એક કારખાનેદાર સામે ગુના નોંધાયા
મોરબીમાં કરોડોની કિંમતી જમીનનું કૌભાંડ, વારસાઈ એન્ટ્રી ખોટી હોવાની મૂળ માલિકે કરી અપીલ: કલેકટરે કર્યો તપાસનો આદેશ
SHARE







મોરબીમાં કરોડોની કિંમતી જમીનનું કૌભાંડ, વારસાઈ એન્ટ્રી ખોટી હોવાની મૂળ માલિકે કરી અપીલ: કલેકટરે કર્યો તપાસનો આદેશ
મોરબીમાં સોનાની લગડી જેવી કીમતી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેવામાં જમીનના મૂળ માલિક દ્વારા વારસાઈ એન્ટ્રી ખોટી કરવામાં આવી છે તે પ્રકારની જિલ્લા કલેકટર કચેરીમાં અરજી અને અપીલ કરવામાં આવી છે જેથી કરીને આ બાબતે કલેક્ટર સાથે વાત કરતા કલેક્ટરે કહ્યું હતું કે આ મામલે હાલમાં અધિકારીને તપાસ સોંપવામાં આવી છે અને જો વારસાઈ એન્ટ્રી ખોટી કરવામાં આવી હશે તો રેવન્યુ વિભાગમાં તે અંગેની જાણ કરવામાં આવશે.
મોરબીમાં અગાઉ પણ અનેક જમીન કોભાના થયા છે અને યેનકેન પ્રકારે કિંમતી જમીનો કૌભાંડ કરીને મૂળ પાલિકો પાસેથી પડાવી લેવામાં આવી હોય તેવી ઘટનાઓ બની ચૂકી છે તેવામાં છેલ્લા ઘણા સમયથી મોરબીમાં જમીન કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને વજેપર સર્વે નંબર 602 માં આવેલ સોનાની લગડી જેવી કિંમતી જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે આટલું જ નહીં પરંતુ જમીનના મૂળ માલિક દ્વારા કલેક્ટરમાં આ બાબતે અરજી અને થયેલા હુકમની સામે અપીલ કરવામાં આવી છે જેથી કલેકટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને હાલમાં મોરબી જિલ્લાના ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લાના કલેકટર કે.બી.ઝવેરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી તાલુકાના વજેપર ગામના ખાતા નંબર 158 અને સર્વે નંબર 602 વાળી જમીનના મૂળ માલિક દ્વારા પ્રાંત અધિકારી દ્વારા જે વારસાઈ એન્ટ્રી મંજૂર કરવામાં આવી છે તે ખોટી વારસાઈ એન્ટ્રી કરવામાં આવી છે તેવી અરજી અને અધિકારીના હુકમની સામે અપીલ કરેલ છે જેથી આ બાબતે કલેકટરે ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવીને તપાસ સોંપી છે અને તેની પાસેથી તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેકટરે જણાવ્યુ છે. અને તપાસમાં શું બહાર આવશે તે તો સમય જ બતાવશે જો કે, એસી ઓફિસમાં બેઠલા અધિકારી દ્વારા કઈક તો ખોટ કરવામાં આવ્યું છે એટલા જ માટે આ મુદ્દો છેલ્લે મળેલ સંકલનની બેઠકમાં ધારાસભ્ય દ્વારા લેવામાં આવેલ હતો
વધુમાં સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત 10 તારીખથી ડીઆરડીએ નિયામકને તપાસ સોપવામાં આવેલ છે અને હવે ગણતરીના દિવસોમાં તેઓની તપાસનો રિપોર્ટ કલેક્ટરને સુપ્રત કરવામાં આવે તેવી શ્ક્યતા છે. અને મોરબીમાં જો કરોડો રૂપિયાની કિંમતી જમીનનું કૌભાંડ થયું હોવાનું તપાસ દરમિયાન સામે આવશે તો આ અંગે મોરબી જિલ્લાના કલેક્ટર મારફતે રેવન્યુ વિભાગમાં જાણ કરવામાં આવશે અને જમીનના મૂળ માલિક દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેમાં આગામી તારીખ 28 ની મુદત રાખવામાં આવેલ છે અને આ અરજી ફરિયાદનો વહેલી તકે નિકાલ થાય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. જોકે ખરેખર ખોટી રીતે વારસાઈ એન્ટ્રી કરવામાં આવી હોય તો આ બાબતે કૌભાંડ કરનારાઓની સામે શું સરકાર પક્ષેથી કોઈ ફોજદારી ફરિયાદ નોંધાવશે ? કે પછી ભોગ બનેલા વ્યક્તિએ અધિકારી સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવી પડશે ? તે તો આગામી સમય જ બતાવશે
