મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી-સાપર નજીક જુગારની બે રેડ: ચાર શખ્સ ઝડપાયા


SHARE













મોરબીના પીપળી-સાપર નજીક જુગારની બે રેડ: ચાર શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં તથા સાપર ગામ નજીક આવેલ કારખાના પાછળ જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબના બે ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં મનીષ કાંટા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઇમરાન ભાઈ કટારીયા (35) રહે. કુલીનગર મોરબી તથા અલ્તાફભાઈ હુસેનભાઇ જીંગીયા (24) રહે. વીસીપરા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ તેની પાસેથી 2100 ની રોકડ કબજે કરી હતી જ્યારે જુગારની બીજી રેડ મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આલ્ફાનસો સિરામિક પાછળ બાવળની જાળીમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમી રહેલ રફિકભાઈ રહીમભાઈ માણેક (22) રહે. વીસીપરા મોરબી તથા ગણેશભાઈ પ્રવીણભાઈ ઇન્દરિયા (24) રહે. વીસીપરા મોરબી વાળા મળી આવતા પોલીસે તેની પાસેથી 3,000 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ બે ગુના નોંધાયેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક- 2 માં રહેતા વિપુલભાઈ પાંચાભાઇ (35) નામના યુવાને બેલા નજીક આવેલા સીએનજીના પંપ પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવેલ હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા કૌશિક પ્રવીણભાઈ રાણપરા (48) નામના યુવાનને મોરબી આવેલ મુનનગર ચોક પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News