ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ડો. હેડગેવાર સ્મારક સમિતિને દોઢ કરોડની જમીન દાનમાં આપી


SHARE













મોરબીના યુવાને ડો. હેડગેવાર સ્મારક સમિતિને દોઢ કરોડની જમીન દાનમાં આપી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ટ્રસ્ટ તથા  ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ, સમાજ સેવા માટે સતત કાર્યશીલ છે. સંઘના સેવા કાર્યથી પ્રેરાઈને મોરબી લોહાણા સમાજના આગેવાન ઉદ્યોગપતિ અશોકભાઈ કાથરાણીએ સમાજ માટે કંઇક સેવા કાર્ય માટે કરી છૂટવું છે તેવો નિરધાર મોરબીના સંઘ કાર્યકર્તાઓ પાસે વ્યક્ત કર્યો હતો અને તેનો અમલ ગત મકરસંક્રાંતિના દિવસે કર્યો છે.

મોરબીના શનાળા ગામ પાસે આવેલ કેવિન અશોકભાઈ કાથરાણીપોતાની માલિકીની જમીન જે સર્વે નંબરમાં અંદાજે ૮૮૦૦ ચો.ફૂટ જમીન છે. જમીનની અંદાજિત બજાર કિંમત દોઢ કરોડ જેવી થાય છે તે જમીન ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને સમાજ સેવા કાર્યની પ્રવૃતિઓ માટે આપવાનો નિર્ણય કર્યો છે તેમના નિર્ણય મુજબ આ જમીન કેવિનભાઈ અશોકભાઈ કાથરાણીએ ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને બક્ષિસ દસ્તાવેજ ટ્રસ્ટના નામનો કરી આપેલ છે અને સેવા ભારતીના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ મુકામે સર કાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલેના વરદ હસ્તે તેમનું તથા પરિવારનું શિલ્ડ થતા શાલ આપીને યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News