મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં કાર અકસ્માતનો વીમો વ્યાજ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE





મોરબીમાં કાર અકસ્માતનો વીમો વ્યાજ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના રહેવાસીને વિમા કંપની રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સએ વિમો આપવાની ના પડી હતી જેથી મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી ૪,૮૬,૦૧૬ છ ટકાના વ્યાજ સાથે આપવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીના વતની ધવલકુમાર મનસુખભાઈ હદવાણી પોતાની મોટર કાર લઈ સુલતાનપર રોડ ઉપર રાત્રે જતા હતા ત્યારે રોડ પર આગળ પથ્થર પડેલ જેની સાથે ગાડી અથડાતા કારમાંથી ઓઈલ બહાર નીકળેલ અને ગીયર બોકસ ચેમ્બરને નુકશાન થયેલ હતું અને અધિકૃત સર્વિસ મેન સાથે ચેક કરાવતા કારને ૫,૦૫,૯૦૧ નું નુકશાન થયેલ છે જેની વિમા કંપની રોયલ સુંદરમ પાસે માંગણી કરતા વિમા કંપનીએ એવુ બહાનુ બતાવેલ કે કારને થયેલ નુકશાન તેમજ ગીયર બોકસને થયેલ નુકશાન તે કલેઈમ સાથે સુસંગત નથી અને થયેલ અકસ્માત અને થયેલ નુકશાન વચ્ચે કોઈ સબંધ નથી માટે ગ્રાહકને વિમો મળે નહી. જેથી ધવલભાઈ હદવાણીએ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરીને ગ્રાહક સુરક્ષા મંડળ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં ગ્રાહક અદાલતે કહેલ કે ગ્રાહકે તમામ આધાર પુરાવા રજુ કરેલ છે તેમજ તેણે વિમો ભરેલ છે આથી વિમા કંપની વિમો આપવા બંધાયેલ છે. પરંતુ રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સની કોઈ વાત માન્ય ન રાખી અને વિમા કંપનીને ગ્રાહકને રૂપીયા ૪,૮૬,૦૧૬ અને ૫૦૦૦ અન્ય ખર્ચના મળી કુલ ૪,૯૧,૦૧૬ રૂપીયા ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.




Latest News