મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામના માજી સરપંચ દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન


SHARE







મોરબીના રવાપર ગામના માજી સરપંચ દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન

મોરબીના શાસ્ત્રીનગરમાં ઘંટીની બાજુમાં રહેતા રવાપર ગામના માજી સરપંચ દ્વારા તેઓના પત્નીના દિવ્યાત્માને વિષ્ણુલોકની પ્રાપ્તીઅર્થે ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ કસુન્દ્રાના પત્ની સ્વ.પુષ્પાબેન ગોપાલભાઈ કાસુન્દ્રા કે જેમનું તા.૨/૯/૨૦૨૪ ના રોજ અવસાન થયું હતું તેમના દિવ્યાત્માને વિષ્ણુલોકની પ્રાપ્તીઅર્થે સ્વ.વસ્તાભાઈ ડાયાભાઈ કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ વિષ્ણુયાગ મહાયજ્ઞ તા. ૩૧/૧/૨૦૨પ થી તા.૨/૨/૨૦૨પ સુધી તેઓના નિવાસસ્થાન શાસ્ત્રીનગર ઘંટીની બાજુમાં ચાલશે આ યજ્ઞમાં આચાર્ય સ્થાને શાસ્ત્રી રાજભાઈ વેદ વિશારદ (આંદરણાવાળા) હાજર રહીને ધાર્મિક વિધિ કરાવશે. આ યજ્ઞ દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલશે. અને તા ૧ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ રાખવામા આવેલ છે. તેમજ મહાપ્રસાદ તા ૨ ને રવિવારે સાંજે ૭:૦૦ કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે. જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા, ગૌરવ ગોપાલભાઈ કાસુન્દ્રા, શ્રીમતિ ભાવિકા ગૌરવભાઈ કાસુન્દ્રા, જીવલ ગૌરવભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News