ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો
SHARE







ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો
ટંકારા તાલુકામાં આવેલ નાના જડેશ્વર મંદિર ખાતેથી બે વર્ષ પહેલા એક વ્યક્તિ ગુમ થયેલ હતી જેથી કરીને તા. 20/2/23ના રોજ જામકંડોરણાના કાંતિભાઈ કરશનભાઈ અઘેડાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તેના મોટાભાઇ રમેશભાઈ ઉર્ફે ભક્કાભાઈ કરશનભાઈ અઘેડા (57) ટંકારા તાલુકાનાં નાના જડેશ્વર મંદિરે સેવા કાર્યમાં આવ્યા હતા અને 9/1/23 ના રોજ કોઈને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર ખાતે હોવાની ખાનગી હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, સોયબઅહેમદ અજમાત્રા વગેરે સુરેન્દ્રનગર ખાતે ગયા હતા અને રમેશભાઈ અઘેડાને સુરેન્દ્રનગર અનુબંધ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ટંકારા લઈ આવીને તેના નાનાભાઇ કાંતિભાઈ અઘેડાને સોંપી દેવામાં આવેલ છે.

