ટંકારાના નાના જડેશ્વર મંદિરેથી ગુમ થનાર વ્યક્તિને સુરેન્દ્રનગરથી શોધી કાઢ્યો
ટંકારા પોલીસે ખોવાયેલા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા
SHARE









ટંકારા પોલીસે ખોવાયેલા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા
ટંકારા તાલુકાનાં લજાઈ ગામના ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલ ટંકારાની ખીજડીયા ચોકડીએ કામથી ગયેલ હતા ત્યારે ખીજડીયા ચોકડીએ તેઓના ખીસ્સામાં રહેલા રોકડ 15 હજાર રૂપિયા પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની તેઓએ ટંકારા પોલીસને જાણ કરી હતી અને સાહિદભાઈ સીદીકી, બીપીનકુમાર શેરશીયા, કરણભા વસાભા સહિતનો સ્ટાફે બનાવ સ્થળે પહોંચીને આસપાસમાં તપાસ કરી હતી. ત્યારે ત્યાંથી ગોવિંદભાઇનું ખોવાયેલ પાકીટ રોકડા રૂપિયા તથા અસલ ડોક્યુમેન્ટ સાથે મળી આવ્યું હતું જેથી તે રોકડા રૂપિયા તેમજ ડૉક્યુમેન્ટ મૂળ માલીકને પરત આપેલ છે.
