ભંગાણ: વાંકાનેરમાં કોળી સમાજના કાર્યકરો ભાજપ છોડીને કોંગેસમાં જોડાયા, પ્રમુખ સહિતના નવા હોદેદારોની વરણી
SHARE









ભંગાણ: વાંકાનેરમાં કોળી સમાજના કાર્યકરો ભાજપ છોડીને કોંગેસમાં જોડાયા, પ્રમુખ સહિતના નવા હોદેદારોની વરણી
વાંકાનેર તાલુકા કોંગ્રેસનુ પદગ્રહણ સંમેલન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સચિવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ, રાજસ્થાન કોંગ્રેસ સહપ્રભારી અને ચોટીલાના પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું. જેમાં વનરાજભાઈ ધીરૂભાઈ રાઠોડ (ગામ-મેસરીયા)ની વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવલે છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ પદે જસુભાઈ ગોહીલ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ પદે રમેશભાઈ પરબતાણી (ઉપસરપંચ, જેપુર), વાંકાનેર તાલુકા કોંગ્રેસ અનુ.જાતી વિભાગ પ્રમુખ પદે નવીનભાઈ વોરા (રાતિદેવળી), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ.જાતી વિભાગ ઉપપ્રમુખ પદે મનજીભાઈ બેડવા (ભલગામ), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ.જાતી વિભાગ મહામંત્રી પદે લક્ષ્મણભાઈ વોરા (રાતીદેવળી), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ મહામંત્રી પદે મોહનભાઈ બેડવા (ભલગામ) અને વાંકાનેર શહેર કોંગ્રેસ અનુ.જાતી વિભાગ પ્રમુખ પદે પ્રકાશભાઈ સુમેસરાની નીમણુક કરવામાં આવી હતી.
આ તકે રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને મેસરિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરૂભાઈ રાઠોડે મોટી સંખ્યામાં કોળી સમાજના કાર્યકરો સાથે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો. આ સમારંભમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ મહામંત્રી અને માર્કેટ યાર્ડ વાંકાનેરના પુર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ સેલ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીર, મોરબી જીલ્લા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ મનસુખભાઈ વાઘેલા, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, મોરબી જીલ્લા પંચાયત સદસ્ય ઈસ્માઈલભાઈ બાદી, વાંકાનેર માર્કેટ યાર્ડ પ્રમુખ ગુલામભાઈ પરાસરા, વાંકાનેર માર્કેટ યાર્ડ ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, વાંકાનેર તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા યુનુસભાઈ શેરસીયા, દલીત સમાજ અગ્રણી માનસુરભાઈ બેડવા અને મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા
