મોરબી: છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત વાંકાનેરમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મારકૂટની પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબી પાલિકામાં ભાજપના શાસકોએ અગાઉ ખોટી રીતે કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની નાણાકીય રિકવરી કરવા કોંગ્રેસની માંગ વાંકાનેરમાં ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી કરનાર આરોપી ઝડપાયો માળીયા (મી) નજીક બોલેરો ગાડીના ચોરખાનામાંથી દારૂની 232 બોટલો મળી !: બે શખ્સની 5.51 લાખના મુદામાલ સાથે ધરપકડ પોલીસ-પરિવારને ગુમરાહ કરવાની થીયરી ફેઇલ: માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવાન ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધુ, બે સામે ફરીયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE













વાંકાનેરમાં પિતાએ ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયો હતો તેમજ ઘરે સમયસર આવતો ન હતો જેથી તેના પિતાએ તે યુવાનને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવ્યું હતું અને યુવાને પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી શેરી નં-3 માં રહેતા ક્રિસ દીપકભાઈ જાદવ (19) નામના યુવાને ગત તા. 26/ના રોજ પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું ગઈકાલે મોડી રાતે મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દીપકભાઈ રામાભાઇ જાદવ (48) રહે. રોયલ પાર્ક સોસાયટી વાંકાનેર વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવની આગળની તપાસ અજીતસિંહ લક્ષ્મણસિંહ પરમાર ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હતો અને ખોટા રવાડે ચડી ગયેલ હતો અને સમયસર ઘરે આવતો ન હતો જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે તે યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેને એસીડ પીધું હતું અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે








Latest News