ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE













હળવદના રણમલપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ધાંગધ્રા અને ત્યારબાદ ત્યાંથી સુરેન્દ્રનગર અને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું ગઈકાલે મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ પંચમહાલ જિલ્લાના હડફ મોરવા તાલુકાના મોટા સદલીયા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે સીમ વિસ્તારમાં ખોડાભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ બાબુભાઈ આદિવાસી (22) નામના યુવાને ગત તા. 2/ના રોજ બપોરે 3:00 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ધાંગધ્રાની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને સુરેન્દ્રનગર અને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જો કે, આ યુવાનનું તા. 3/ના બપોરે 12:30 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News