ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે


SHARE











મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે

મોરબીમાં સોનાની લગડી જેવી કીમતી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેથી કરીને જમીનના મૂળ માલિક દ્વારા વારસાઈ એન્ટ્રી ખોટી કરવામાં આવી છે તે પ્રકારની જિલ્લા કલેકટર કચેરીમાં અરજી અને અપીલ કરવામાં આવી હતી જેથી કલેક્ટર દ્વારા આ બાબતે તપાસ સોંપવામાં આવી હતી અને તેનો રિપોર્ટ આવી ગયા બાદ અરજદારને જે મુદત આપી હતી ત્યારે કલેકટરે અરજદારની અરજીને ધ્યાને લઈને હાલમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે અરજદાર તરફે સ્ટે આપી દીધેલ છે જેથી જવાબદાર અધિકારી દ્વારા કઈક ખોટું કરવામાં આવ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબીમાં જમીન કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અને વજેપર સર્વે નંબર 602 માં આવેલ સોનાની લગડી જેવી કિંમતી જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે પ્રકારની જમીનના મૂળ માલિક દ્વારા કલેક્ટરમાં લેખિત અરજી અને પ્રાંતિ અધિકારી કચેરીમાંથી કરવામાં આવેલ હુકમની સામે અપીલ કરવામાં આવી હતી જેથી કલેકટર કે.બી. ઝવેરી દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને આ તપાસ મોરબી જિલ્લાના ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવીને સોંપવામાં આવી હતી.  જેનો રિપોર્ટ તપાસનીસ અધિકારી દ્વારા કલેક્ટરને આપી દેવામાં આવેલ છે અને જમીનના મૂળ માલિક દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેમાં ગત 28 ની તારીખની મુદત હતી.

જે બાબતે કલેક્ટર કે.બી. ઝવેરી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અરજદારે જે અરજી કરી હતી અને જે હુકમ કરવામાં આવેલ છે તે બંને ધ્યાને લઈને હાલમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે અરજદારે જે અરજી કરી હતી તેને ધ્યાને લઈને રિપોર્ટ આધારે અરજદારની તરફેણમાં કલેકટરે સ્ટે આપેલ છે એટ્લે કે કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં કઈકને કઈક કૌભાંડ કરવામાં આવ્યું છે તેવું હાલમાં કલેકટરે આપેલા સ્ટે ઉપરથી દેખાઈ રહ્યું છે. જો કે, ખરેખર ખોટી રીતે વારસાઈ એન્ટ્રી કરવામાં આવી હોય તો આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે અને કોનો શું લાભ હતો તે દિશામાં તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે. 

બિન આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ જમીનમાં જે ખોટી વારસાઈ એન્ટ્રી કરવામાં આવી હતી તેના મુદે આગામી સમયમાં સરકારમાં પણ અધિકારી સામે ધગધગતો રિપોર્ટ કરવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે. જો કે, કૌભાંડ કરનારાઓની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.અત્રે ઉલેખનીય છે કે, વજેપર ગામના ખાતા નંબર 158 અને સર્વે નંબર 602 વાળી જમીનના મૂળ માલિક દ્વારા પ્રાંત અધિકારી દ્વારા જે વારસાઈ એન્ટ્રી મંજૂર કરવામાં આવી હતી તે ખોટી વારસાઈ એન્ટ્રી કરવામાં આવી છે તેવી અરજી અને અધિકારીના હુકમની સામે કલેક્ટરમાં અપીલ કરવામાં આવી હતી જેથી કરીને કલેકટરે ડીઆરડીએ ને તપાસ કરવા માટેનો આદેશ કર્યો હતો. અને તેની તપાસનો રિપોર્ટ પણ આવી ગયેલ છે જેમાં પણ ચોંકાવનારી માહિતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.






Latest News