મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે
માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ
SHARE
માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ
માળીયા (મી) ના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં રોજડાનો શિકાર કરવા માટે મિત્રો ગયા હતા ત્યારે શિકાર બાબતે બોલાચાલી થયેલ હતી જેથી કરીને લોડેડ બંદૂક માંથી ફાયરિંગ કરીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જો કે, આરોપીઓએ પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ મૃતકના પિતાએ નોંધાવેલ હત્યાની ફરિયાદ આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે.
માળીયા તાલુકાનાં વાવાણિયા ગામે મોરબીના મહેન્દ્રપરામાં રહેતો વસીમ ગુલામહુસેન પીલુડિયા (38) તથા મોરબીનો અસલમ અને માળીયાનો રહેવાસી જાવીદ સીમ વિસ્તારમાં રોજડા નો શિકાર કરવા માટે થઈને ગયા હતા અને ત્યારે બાવળની જાળીમાં અસ્લમે છુપાવી રાખેલ દેશી બનાવટની બંદૂકને કાઢીને તેને અસ્લમે લોડ કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને દીકરો વસીમ સહિતના ત્રણેય શિકારની રાહમાં હતા તેવામાં શિકાર આવી જતા તે બાબતે વસીમને અસ્લમ અને જાવેદ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ અસ્લમે જે બંદૂક લોડ કરીને રાખી હતી તેમાંથી જાવીદે વસીમ ઉપર ફાયરીંગ કર્યુ હતુ જેથી વસીમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક યુવાનના મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર 10 માં રહેતા પિતા ગુાલમહુસેન અબ્દુલભાઈ પિલુડીયાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અસ્લમ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા સામે ફરિયાદ નોંધાવેલ છે.
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં રાત્રિ દરમ્યાન અબોલજીવ ના શિકાર કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો યુવાન વસીમ ગુલામહુશેન પિલુડીયા તેના બે મિત્રો અસ્લમ અને જાવેદ સાથે માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામ પાસે શિકાર કરવા ગયેલ હતો ત્યારે ગોળી વાગી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે પ્રથમ પોલીસ અને મૃતક યુવાનના પરિવારજનોને ગુમરાહ કરવા માટે થઈને મૃતક યુવાનની સાથે રહેલા તેના જ બે મિત્રોએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે શિકાર કરવા માટે જતા હતા ત્યારે યુવાન પોતાના બાઈક ઉપરથી પડી ગયો હતો અને તેની પાસે રહેલ બંદૂકમાંથી ગોળી છૂટવાના કારણે તે ગોળી યુવાનને વાગી હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું જોકે, મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબીથી શિકાર કરવા માટે બે મિત્રો સાથે ગયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી જે બાબતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે યુવાનની હત્યા કરનાર બંને શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બંદૂક તેમજ બાઇકને કબ્જે કરવામાં આવેલ છે અને હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તેની સાચી હક્કિત બહાર લાવવા માટે તેમજ બંદૂક કયાંથી આવી હતી અને કાયદેસરની પરવાના વાળી બંદૂક હતી કે કેમ તેની તપાસ કરવા માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.