કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન


SHARE













મોરબીના ખાખરાળા ગામે એનએસએસની સાપ્તાહિક શિબિરનું આયોજન

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ દ્વારા ખાખરાળા ગામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરાળા ગામે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી. ત્યારે બાદ ઉદ્ઘાટન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, જી.જે. શેઠ કોમર્સ કોલેજના આચાર્ય  ગરમોરાભાઈ, એમ.એમ. સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયાભાઈ, એનસીસી ઓફિસર ચૌધરીભાઈ, ખાખરાળા ગામના સરપંચ નાગદાનભાઈ, ખાખરાળા પ્રાથમિક તાલુકા શાળાના શિક્ષક જોશીભાઈ સહિતના હાજર રહ્યા હતા. એનએસએસની સ્વયંસેવિકા બહેનોએ પ્રાર્થના અને લક્ષ્યગીત રજૂ કર્યું હતું તેમજ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રામભાઈ વારોતરીયાએ પ્રાસંગિક વક્તવ્ય કર્યું હતું આ સમારોહમાં મહાનુભાવોએ પ્રેરક પ્રવચનો આપ્યા હતા અને સ્વયંસેવક અજય ધોરીયાનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને નિખિલ કુંભરવાડીયાએ પોતાના અનુભવો રજૂ કરેલ કર્યા હતા તો અસ્મિતા સોનગરાએ એકપાત્રીય અભિનય પ્રસ્તુત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પ્રા ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.






Latest News