મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
SHARE







મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ભારતમાતા મંદિર-બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવ ઉજવાયો
મોરબીમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુમંદિર (શનાળા) ખાતે પંચમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞના યજમાન પરેશભાઈ મોરડીયા અને તેમના પરિવારના સભ્યો હતા. અને આ તકે જીવનવિકાસ ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. તેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી મહેશભાઈ પતંગે, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, ઈટાકા સિરામિકના ડાયરેક્ટર હિતેશભાઈ પટેલ અતિથિ તરીકે આવ્યા હતા. આ બધા મહેમાનો સાથે વિદ્યાલયના તમામ વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા. ત્યારે સરસ્વતી માતા અને ભારત માતાનું પૂજન કર્યું હતું અને જીવન વિકાસ ગોષ્ઠીના મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ પતંગે તેમના વક્તવ્યમા જીવન વિકાસ માટેના પંચપ્રાણની વાત કરેલ હતી. ત્યારબાદ કલેક્ટર કે.બી. ઝવેરીએ પોતાના ઉદ્બોધનમાં સનાતન ધર્મ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરી હતી. અને અંતમાં ભારતમાતા અને બાવન શક્તિપીઠની મહાઆરતી કરવામાં આવી હતી.
