કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામ નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબીના ધરમપુર ગામ નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ધરમપુર ગામના સ્મશાન પાસે આવેલ પુલ નજીકથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને પગમાં ફેક્ચર તથા શરીરે ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા પ્રદીપભાઈ મનજીભાઈ કુંવારીયા (૩૦) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એલ 3339 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ધરમપુર ગામના સ્મશાન પાસે આવેલ પુલ નજીકથી તે પોતાનું બાઈક નંબર જીજે 3 એફએલ 3763 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક ને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગમાં ફેક્ચર તથા શરીરે નાના મોટી ઈજાઓ થયેલ હોવાથી સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની પોલીસે ફરિયાદ લઈને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News