ટંકારા તાલુકાના ઘુનડા રોડે ખેતીની જમીનમાં કબ્જો કરવા બે શખ્સોએ યુવાનને ડરાવી ધમકાવીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739421725.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ટંકારા તાલુકાના ઘુનડા રોડે ખેતીની જમીનમાં કબ્જો કરવા બે શખ્સોએ યુવાનને ડરાવી ધમકાવીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યો
મૂળ દાહોદ ના રહેવાસી અને હાલમાં રોયલ એવન્યુ સોસાયટી રવાપર ઘુનડા રોડ ની બાજુમાં આવેલ વાડીએ રહેતા અને ખેતી કામ કરતા યુવાનને ડરાવી ધમકાવીને જમીન છોડી જતું રહેવા માટે થઈને ગાળો આપી ઢીકાપાટૂનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા તેને છરી અને હથિયાર જેવું બતાવીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ની બાજુમાં રોયલ એવન્યુ સોસાયટીની પાસે આવેલ રવજીભાઈની વાડીમાં રહેતા અને ખેતી કામ કરતા બળવંતભાઈ સનાભાઇ પસાયા (35)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મેરૂભાઈ રામજીભાઈ ભૂમ્મભરીયા રહે. વીરપર અને કિશોરભાઈ ધનજીભાઈ ટમારીયા રહે ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તે સાહેદ રવજીભાઈ ની વાડીએ હાજર હતા ત્યારે બંને શખ્સ સ્કોર્પિઓ ગાડી લઇને વાડીમાં ગેરકાયદે આવેલ હતા અને આ બંને શખ્સો દ્વારા ફરિયાદી ને ડરાવી ધમકાવીને ખેતીવાડી જમીન છોડી જતું રહેવા માટે ભૂંડા બોલી ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કિશોરભાઈ ટમારીયાએ છરી બતાવીને અને મેરૂભાઈ ભુમ્મભરીયાએ તેના પેન્ટના નેફામાં રાખેલ હથિયાર જેવું શર્ટ ઉંચો કરીને બતાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે જેથી કરીને હાલમાં બળજબરીથી ડરાવી ધમકાવીને જમીનનો કબજો કરી લેવાની કોશિશ કરી હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ છે
જાહેરનામાનો ભંગ
મોરબીના સરદાર રોડ ઉપર આવેલ જલારામ ગેસ્ટ હાઉસ માં આવેલા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરેલ ન હોય કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ જલારામ ગેસ્ટ હાઉસના સંચાલક હરજીવનભાઈ અવચરભાઈ મેરજા (65) રહે જલારામ ગેસ્ટ હાઉસમાં મૂળ રહે નારણકા તાલુકો મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી
એક બોટલ દારૂ
ટંકારા તાલુકાના અમરાપર રોડ ઉપર ગેસ એજન્સી નજીક નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 686 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હનીફભાઈ ગફારભાઈ લધડ (35) રહે ટોળ ગામ મફતીયા પરા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)