બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







































મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી બી. ડીવીજન પોસ્ટે વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુના કામના આરોપીને પકડવામાં આવેલ હતો અને મોરબીના વકીલ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને આ ગુનાના કામે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

મોરબી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરીયાદ નોંધાઈ હતી તે ગુનાના કામે આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરાભાઇ જેરામભાઈ બોપલીયાની પોલીસે ધરપકડ કરેલ હતી. ત્યાર બાદ આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરેલ હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. જેમાં આરોપી તરફે  મોરબીના વકીલ દેવ કે. જોષી તથા એસ.ડી. મોંઘરીયા રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં વિદ્વાન વકીલ એસ.ડી. મોંઘારીયા દ્વારા  ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતા તેને ધ્યાને  લઇને હાઈકોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે. આ આરોપી તરફે વકીલ એસ.ડી. મોંઘરીયા, મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.
















Latest News