મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર આરોપી રોકડ-ચાંદીના સિક્કા સાથે ઝડપાયો


SHARE













મોરબી-વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર આરોપી રોકડ-ચાંદીના સિક્કા સાથે ઝડપાયો

મોરબી અને વાંકાનેર પંથકમાં ચોરીની છેલ્લા બે વર્ષમાં જુદીજુદી જગ્યાએ ત્રણ ઘટના બની હતી જેમાં તસ્કર દ્વારા રોકડ અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને તેની ફરિયાદો નોંધાયેલ હતો અને આ ગુનાની તપાસ ચાલી રહી હતી તેવામાં ત્રણ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીની મોરબી એલસીબીની ટીમે મણીમંદિર નજીકથી રોકડ અને ચાંદીના સિક્કા સાથે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ જુદીજુદી જગ્યાએ કરવામાં આવેલ ચોરીના બનાવોમાં આરોપીને પકડવા માટે કામ કરી રહી હતી તેવામાં મોરબી શહેર તેમજ વાંકાનેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ ઘરફોડ ચોરી કરનાર આરોપી મોરબીમાં મણીમંદિર પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે આરોપી અંકિત મહાદેવભાઈ વિકાણી રહે. હાલ ગોંડલ ચોકડી, રાજકોટ મૂળ રહે. નસીતપર તાલુકો ટંકારા વાળાને ઝડપી લીધો હતો અને તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેની પાસેથી એક લાખની રોકડા તેમજ 25 હજારના ચાંદીના સિક્કા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 1.25 લાખના મુદામાલ સાથે આરોપીને પકડીને વધુ પૂછપરછ કરી હતી ત્યારે તેને પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, વર્ષ 2023 મા મોરબી અને વર્ષ 2023-2024મા વાંકાનેરમાં અલગ અલગ બે જગ્યાએ ચોરી કરી છે અને હાલમાં એ ડિવિઝન પોલીસને આરોપીનો કબ્જો સોંપી દેવામાં આવેલ છે






Latest News