વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈ યોજાઈ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈ યોજાઈ

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા 14 ફેબ્રુઆરીએ ભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ હતો અને પોતાનો દેશ પ્રેમ દાખવ્યો હતો. ત્યારે જજ તરીકે કૌશિકાબેન રાવલ અને મકબુલભાઈ વાલેરાએ સેવા આપી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાએ પણ હરીફાઈમાં હાજરી આપી હતી. તો હરીફાઈના આયોજન માટે દેવેનભાઈ રબારી, દિલીપભાઈ અગેચાણીયા, નિરવભાઈ રાવલ, સુનિતાબેન દોશી, ઇલાબેન દોશી અને સાધનાબેન ઘોડાસરાએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ હરીફાઈમાં જેટલા પણ  સ્પર્ધકોએ  ભાગ લીધેલ હતો એમને નેશનલ સિક્રેટરી શોભનાબા ઝાલા તરફથી શ્યોર ગીફ્ટ આપવામાં આવી હતી. આ હરીફાઈમાં વિજેતા થયેલા વિજેતાઓને ક્લબ દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈએ મોરબીના દરેક નાગરિકો મહેમાનો અને ક્લબ મેમ્બર્સનો ખુબ ખુબ આભાર માન્યો હતો.




Latest News