મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી
Breaking news
Morbi Today

વાંકાનેર ટોલનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સની 2.80 લાખના મુદામાલ સાથે ધરપકડ: મહિલા સહિત બેની શોધખોળ


SHARE













વાંકાનેર ટોલનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે શખ્સની 2.80 લાખના મુદામાલ સાથે ધરપકડ: મહિલા સહિત બેની શોધખોળ

વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકા પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 2.80 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કારમાં બેઠેલા બે શખ્સની ધરપકડ કરી હતી અને હાલમાં મહિલા સહિત બે વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેથી કરીને મહિલા સહિત ચાર સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી કાર નંબર જીજે 1 આરએમ 3763 પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 80,000 નો દારૂ અને બે લાખની ગાડી આમ કુલ મળીને 2.80 લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને કારમાં બેઠેલ વિજયભાઈ લાખાભાઈ ચૌહાણ (25) તથા જયંતીભાઈ જકશીભાઈ ચૌહાણ (35) રહે, બંને ચિરોડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તે મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને આપવા માટે જતા હોવાનું સામે આવ્યું હતું અને રેડ દરમિયાન રવિ કોળી અને ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે. ચીરોડા તાલુકો ચોટીલા વાળા હાજર ન હતા જેથી કરીને પોલીસે આ ચારેયની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.






Latest News