વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 98 બોટલ દારૂ કબ્જે, એકની ધરપકડ-એકની શોધખોળ


SHARE











ટંકારા-મોરબી તાલુકામાં દારૂની બે રેડ: 98 બોટલ દારૂ કબ્જે, એકની ધરપકડ-એકની શોધખોળ

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર મંદિરની સામે આવેલ વાડીની ઓરડીમાં તેમજ મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવેલ વરંડામાં દારૂની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 98 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા બે ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ નજીક શામળાભાઈ બાળાના વરંડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 58 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 31,810 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 5000 ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 43,810 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કાનજીભાઈ દેવદાનભાઈ બાળા (26) રહે. ખાખરાળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવી જ રીતે ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર મચ્છુ મંદિરની સામે આવેલ દિવલ ઉર્ફે દિવાન મૈડાના કબજા ભોગવટા વાળી વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 40 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિવલ ઊર્ફે દિવાન વરસીગ મૈડા રહે, હાલ સજનપર ગામની સીમ જડેશ્વર રોડ મચ્છુ માતા મંદિરની સામે વાડીમાં મૂળ રહે. દાહોદ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News