મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાંથી ગેરકાયદે છૂટા કરવામાં આવેલ કર્મચારીઓને ભરતીમાં પ્રાથમિકતા આપવા ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત


SHARE













મોરબી પાલિકામાંથી ગેરકાયદે છૂટા કરવામાં આવેલ કર્મચારીઓને ભરતીમાં પ્રાથમિકતા આપવા ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત

મોરબી નગરપાલીકા દ્વારા અગાઉ જે કર્મચારીઓને છુટા કર્યા હતા તેઓએ લેબર કોર્ટમાં કરેલ કેસનો ચુકાદો તેઓની તરફેણમાં આવી ગયેલ છે ત્યારે મહાપાલિકામાં હાલમાં નવા સ્ટાફની ભરતી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે કર્મચારીઓની તરફેણમાં કોર્ટે ચુકાદો આપેલ છે તેઓને પ્રાથમિક્તા આપવામાં આવે તેવી રજૂઆત હાલમાં ડેપ્યુટી કમિશનરને કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા મહાવીરસીંહ એ.જાડેજા, નૈમિષ બી. કોઠારી અને અનિલભાઈ આર. રાચ્છએ હાલમાં મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નગરપાલીકામાં વર્ષ ૧૯૯૬ થી તેના સહિતના કર્મચારીઓએ ફરજ બજાવતા હતાં અને વર્ષ ૧૯૯૮ માં નગરપાલીકા દ્વારા તેના સહિતના ઘણા કર્મચારીઓને ગેરકાયદે રીતે છુટા કરવામાં આવ્યા હતા જેથી પ્રથમ ઔદ્યોગીક વિવાદધારાની કલમ ૩૩(એ) હેઠળ ફરીયાદ કરેલ હતી પરંતું તે ફરીયાદ વર્ષ ૨૦૧૨ માં નીકળી ગયેલ હતી જેથી કરીને તેઓ લેબર કોર્ટ સમક્ષ રેફ. એલ.સી.આર ૨૦૨/૨૦૧૨ થી કેસ દાખલ કર્યો હતો અને લેબર કોર્ટ સમક્ષ ચાલી ગયેલા કેસમાં તેઓની તરફેણમાં ચુકાદો આવેલ છે અને નગરપાલીકા દ્વારા તેઓને છુટા કરવાનું પગલું ગેરકાયદે હોવાનું ગણાવીને તેઓને ફરી નોકરીમાં પુનઃસ્થાપીત કરવાનો હુકમ કરેલ છે. જે સામે નગરપાલીકા હાલ હાઇકોર્ટ સમક્ષ એસ.સી.એ દાખલ કરેલ છે જેમાં કોઇ મનાઈ હુકમ આપેલ નથી.

હાલમાં મહાપાલિકામાં કુલ ૧૩૦૦ કર્મચારીઓની જગ્યા ભરવાની છે તેના માટેની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે. જેથી ઔદ્યોગીક વિવાદ ઘારાની કલમ ૨૫ (એચ) મુજબ જયારે સંસ્થા દ્વારા નવા કર્મચારીને કામે રાખવામાં આવતા હોય ત્યારે તે સંસ્થાના છુટા કરાયેલ જુના કર્મચારીઓને નોકરીમાં ફરી રાખવા અંગે પ્રાથમીકતા આપવી જોઈએ તેવું કલમમાં પ્રસ્થાપિત કરેલ છે જેથી કરીને તેઓ નગરપાલીકાના જુના કર્મચારી છે અને કોર્ટ દ્વારા તેઓને ફરી પુનઃસ્થાપિત કરવા તેવો હુકમ કરેલ છે તો પણ મહાનગરપાલીકા નવા કર્મચારીઓની જરૂરત છે ત્યારે તેઓને પ્રાથમિક્તા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે.






Latest News