મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી સમગ્ર શિક્ષા અને બી.આર.સી. ભવન દ્વારા તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો


SHARE













મોરબી સમગ્ર શિક્ષા અને બી.આર.સી. ભવન દ્વારા તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો

મોરબીની ધી. વી.સી. હાઈસ્કૂલ અને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કેરિયર ગાઈડન્સ વર્કશોપ યોજાયો હતો જેમાં ધો. 9થી 12 ના અંદાજે 500 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને મુખ્ય અતિથી તરીકે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા તથા એઈઆઈ અંબારિયાભાઈ હાજર રહ્યા હતા અને ડીઈઓપરિક્ષા સદર્ભે પોતાનું ઉદ્બોધન આપ્યું હતું. વર્કશોપ વિશે ચિરાગભાઈ આદ્રોજાએ માર્ગદર્શન આપ્યું હતું. તેવી જ રીતે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ દીપ્તીબેન, રોજગાર કચેરીના ચતુરભાઈ વરાણિયા, ITI માંથી મકવાણાબેન અને પરમારભાઈ અને નવા જાબુડિયા પ્રા.શાળાના શિક્ષક રવિભાઈ ઝાલાએ પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને અંતે બાળકોના જે પણ પ્રશ્નો હોય તેના માટે પ્રશ્નોતરી રાખવામા આવી હતી આ બંને શાળામાં સમગ્ર શિક્ષામાંથી જિલ્લા કૉઑર્ડિનેટર ડાભીભાઈ, જિલ્લા એમ.આઈ.એસ. ખૂશ્બુબેન, જિલ્લા રીસોર્સ પર્સન સોનલબેન તથા મોરબી બી.આર.સી. કૉઑર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ ત્યાંના આચાર્ય અને સ્ટાફને સાથે રાખીને સરસ આયોજન કર્યું હતું.






Latest News