મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ


SHARE









મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પાંચમાં માળે ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આ આપઘાતના બનાવની મૃતક મહિલાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર મુનનગર ચોક પાસે આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે 501 નંબરના ફ્લેટમાં રહેતા ઉર્મિલાબેન નીતિનભાઈ અઘારા (45) એ ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પરિવારજન આશિષભાઈ મગનભાઈ દેથરીયા (35) રહે. પંચાસર રોડ સીતારામ પેલેસ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું અને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News