મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો: છરી બતાવીને મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો: છરી બતાવીને મારી નાખવાની ધમકી

મોરબીમાં સબ જેલની પાછળના ભાગમાં બાલમંદિર પાસેથી પસાર થઈ રહેલા યુવાનને જૂની અદાવતનો ખાર રાખીને બે શખ્સોએ ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ તેની સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને યુવાનને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ વાંકાનેર દરવાજા પાસે આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે મકરાણીવાસમાં રહેતા તોસીફભાઇ ઉર્ફે ચકો મહેબુબભાઇ બ્લોચ (27)એ હાલમાં મુસ્તુદાદુભાઇ દાવલિયા અને તોફીકભાઇ રફીકભાઇ મકરાણી રહે. બંને મકરાણીવાસ તેમજ અનવરભાઈ મુસાભાઇ કુરેશી રહે. નાની બજાર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે મોરબી સબજેલની પાછળના ભાગમાં આવેલ બાલમંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે મુસ્તુદાદુભાઇ અને તોફીકભાઇએ જૂની અદાવતનો ખાર રાખીને તેને ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેની સથે જપાજપી કરી હતી ત્યારે અનવરભાઈએ લોખંડનો પાઇપ લઈ આવીને ફરિયાદીને ડાબા હાથ અને પગના ભાગે મારમાર્યો હતો તેમજ તોફીકભાઇએ છરી કાઢીને ફરિયાદીને બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News