હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી બાઈકની ઉઠાંતરી


SHARE









વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી બાઈકની ઉઠાંતરી

વાંકાનેર નજીક આવેલ સોમાણી સેનેટરીના લેબર ક્વાર્ટર પાસે આધેડે તેનું બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 85 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા આધેડે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા સામે સોમાણી સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નાજાભાઇ મીઠાભાઇ પરમાર (58)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સોમાણી સેનેટરીના લેબલ કવાર્ટરમાં તેણે પોતાના ઘર નજીક બાઇક નંબર જીજે 4 ઇએફ 9790 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 85 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલ આધેડે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી

મોરબીના વજેપર શેરી નં-14 માં આવેલ ઓરડી મજૂરને ભાડે આપવામાં આવી હતી અને તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી ઓરડીના માલિક બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા (49) રહે. વજેપર શેરી નં- 14 મોરબી વાળા સામે કલેક્ટરનો જાહેરનામાના ભંગનો એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News