મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં પરણીતાને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા શખ્સ સામે ફરિયાદ કરવા વાત કરતા સસરાને બંદુક જેવુ હથિયાર બતાવીને બે શખ્સે આપી મારી નાખવાની ધમકી


SHARE













હળવદમાં પરણીતાને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા શખ્સ સામે ફરિયાદ કરવા વાત કરતા સસરાને બંદુક જેવુ હથિયાર બતાવીને બે શખ્સે આપી મારી નાખવાની ધમકી

હળવદમાં પરણીતાને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા શખ્સ સામે ફરિયાદ કરવા માટે પરણીતાના પરિવારજનો વાત કરતા હતા દરમિયાન તે પરણીતાના સસરાને બદુક જેવુ હથિયાર બતાવીને બે શખ્સ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ કૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રણછોડભાઈ ઓધવજીભાઈ ચાવડા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ ચમનભાઈ ગોઠવી રહે. હળવદ અને મેહુલ ઉર્ફે મેરુ પ્રેમજીભાઈ દલવાડી રહે. કણબીપરા હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે સાહેદ દયારામભાઈ તથા તેના દીકરાઓ આરોપી પંકજ ગોઠી ના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ વિરુદ્ધ ફરિયાદ કરવી છે તેવી વાત તેઓના વિસ્તારમાં કરતા હતા જે પંકજ ગોઠીને સારું નહીં લાગતા તે તથા મેહુલ દલવાડી બંદુક જેવું હથિયાર લઇને આવ્યા હતા અને દયારામભાઇને બતાવીને ગાળો આપીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં રણછોડભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં આ બાબતે દયારામભાઈના દીકરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેના ભાઈની પત્નીને ધર્મેન્દ્રભાઈ તેની ગાડીમાં બેસાડીને લઈ ગયી હતા જેથી તેની સામે ફરિયાદ કરવા બાબતે તેઓ પોલીસને પૂછવા માટે ગયા હતા અને તે બાબતની જાણ થતા પંકજ ગોઠી સહિતના બંને શખ્સે તેના પિતાને બંદૂક જેવું હથિયાર બતાવીને ડરાવી ધમકામને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News