મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામેથી 4 ગાય સહિત 6 ગૌવંશની ચોરી કરનાર સાત સામે ફરિયાદ, એકની ધરપકડ


SHARE









મોરબીના અમરાપર ગામેથી 4 ગાય સહિત 6 ગૌવંશની ચોરી કરનાર સાત સામે ફરિયાદ, એકની ધરપકડ

મોરબી તાલુકાના અમરાપર ગામ પાસેથી જુદા જુદા બે પશુપાલકોની માલિકીની ગાય તથા વાછરડીનો ચોરી કરવામાં આવેલ છે જેથી કુલ મળીને 6 અબોલ જીવની ચોરી કરનાર શખ્સને રોકવા જતા એક શખ્સે છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં એક સગીરને પકડીને તેની પૂછપરછ કરીને વાલીને સોંપવામાં આવેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લામાં ગૌવંશોની તસ્કરી થતી હોય તે પ્રકારની ઘટના સામે આવેલ છે અને મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા જીવુભા ભગુભા ઝાલા (65)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલારખા કાસમભાઈ સુમરા રહે. વનાળીયા, સાહિલ સિકંદરભાઈ કટિયા રહે. વીસીપરા મોરબી, અબ્દુલ હનીફભાઈ કટિયા રહે. વીસીપરા મોરબી, અલીમામાદ રસુલભાઇ જેડા રહે. નવાગામ તાલુકો માળીયા મીયાણા, રફીક મીયાણા અને સુભાન મોર રહે. બંને માળીયા વાડા વિસ્તાર વાળા આમ કુલ મળીને સાત શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે અમરનગરની સીમમાંથી ફરિયાદી વૃદ્ધની ત્રણ ગાય તથા એક વાછરડું જેની કુલ કિંમત 35 હજાર રૂપિયા તથા અન્ય પશુપાલકની એક ગાય અને એક વાછરડી જેની કિંમત 15 હજાર રૂપિયા આમ કુલ મળીને 6 ગૌવં જેની કિંમત 50 હજાર રૂપિયાની કિંમતના ગૌવંશની ચોરી આરોપીઓ દ્વારા કરીને લઈ જવામાં આવેલ છે અને ભાગી જનારા આરોપીઓએ ફરિયાદીને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અને આ ગુનાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે અને આ ગુનામાં હાલમાં પોલીસે એક સગીરને પકડીને તેની પૂછપરછ કરીને તેના વાલીને સોંપી દેવામાં આવેલ છે. અને એક આરોપી અલારખા કાસમભાઈ સુમરા રહે. વનાળીયા વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News