મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે બોર્ડના વિદ્યાર્થીઓને કલેક્ટર પરીક્ષા કેન્દ્રમાં આવકરશે


SHARE













મોરબીમાં કાલે બોર્ડના વિદ્યાર્થીઓને કલેક્ટર પરીક્ષા કેન્દ્રમાં આવકરશે

ગુજરાતમાં કાલે તા.૨૭ ને ગુરુવારથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે અને પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી સહિતની તમામ સુવિધાઓ ચેક કરી લેવામાં આવી છે અને કાલે બોર્ડની પરિક્ષાના પહેલા દિવસે કલેક્ટર સહિતના અધિકારીઓએ પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર આવકારશે.

મોરબી જીલ્લામાં ધો. ૧૦ ની પરીક્ષા માટે દશ કેન્દ્રોના ૫૧ બિલ્ડીંગમાં કુલ ૧૩,૮૨૯ વિદ્યાથીઓ પરીક્ષા આપશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪ કેન્દ્રોના ૨૭ બિલ્ડીંગમાં ૭૨૩૬ વિદ્યાર્થીઓ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩ કેન્દ્રોના ૮ બિલ્ડીંગમાં કુલ ૧૭૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મોરબી જીલ્લામાં ધો. ૧૦ અને ૧૨ માં કુલ ૧૭ કેન્દ્રોમાં ૮૬ બિલ્ડીંગમાં કુલ ૨૨,૮૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મોરબી કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, પ્રવીણભાઈ અંબારીયા, ભાવેશભાઈ ભાલોડીયા અને શૈલેશભાઈ મેરજા સહિતના અધિકારીઓએ પરિક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને પરીક્ષાના પ્રથમ દિવસે કલેકટર કે.બી.ઝવેરી શનાળા રોડે આવેલ ડીજેપી કન્યા વિધાલય ખાતે હાજર રહેશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં આવકારશે અને ત્યારે વિદ્યાર્થીઓને તિલક કરીને મીઠું મોઢું કરાવવામાં આવશે.






Latest News