મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે: જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે


SHARE













મોરબીમાં કાલે જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે: જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ કાલે તા. ૨૮ ના બપોરના ૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ જિલ્લા આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે

રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા બાબતે તેમજ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ હેઠળના કામોની સમીક્ષા અર્થે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ મોરબીની ૩૦ મી સમીક્ષા બેઠક યોજાશે. બેઠક કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કાલે તા. ૨૮ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સમિતિના સર્વે સભ્યોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવ અને યુનિટ મેનેજર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News