બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ઉજવાયો: માતા યશોદા એવોર્ડ વિતરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા વિગેરે કાર્યક્રમ યોજાયા


SHARE







































મોરબી જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ઉજવાયો: માતા યશોદા એવોર્ડ વિતરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા વિગેરે કાર્યક્રમ યોજાયા

રાજ્ય સરકારના  મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઇ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા જિલ્લા પંચાયત ભવન મોરબી ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા, માતા યશોદા એવોર્ડ વિતરણ, ઈનામ વિતરણ, અભિનય ગીત વગેરે પ્રવૃતિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓને આંગણવાડીમાંથી ટેક હોમ રાશન કીટ આપવામાં આવે છે. તેનું લાભાર્થીઓ નિયમિત સેવન કરે તે જોવાની જવાબદારી આપણી છે. આજના આધુનિક સમયમાં બહારના રંગીન અવનવા સ્વાદવાળા પડીકા ખાવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. ત્યારે બાળકો અને માતાઓમાં યોગ્ય પોષણ સ્તર જળવાય રહે અને તેમનું સ્વાસ્થ્ય સારું બની રહે તે માટે શ્રી ધાન્ય/ મિલેટસની જ વાનગીઓ ઉપર ભાર મૂકવો જરૂરી જણાય છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આપણા ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા માતાઓ દર અઠવાડિયે મંદિર કે કોઈ સંસ્થામાં ભેગા થાય તેવું આયોજન કરવું જોઈએ. જેમાં તેમને મિલેટસમાંથી બનાવેલ સુખડી, શીરો વગેરે આરોગ્યપ્રદ ખોરાક આપવામાં આવે તેવી નવતર પહેલ કરવી જોઈએ. બાળકો એ દેશનું ભવિષ્ય છે. તેમના ઉછેરની જવાબદારી માત્ર માતા પિતાની જ નથી, પરંતુ સમગ્ર સમાજની રહેલી છે. આપની સંસ્કૃતિમાં વ્યક્તિગત નહીં પરંતુ સહિયારા વિકાસની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ તાલુકા દીઠ આંગણવાડી વર્કરો દ્વારા ટેક હોમ રાશન/ ટી.એચ.આર. માંથી અને શ્રી ધાન્ય/ મિલેટસ માંથી મન્ચુરિયન, ચોકોલેટ કેક, રસગુલ્લા, પાણીપુરી, થેપલા, સુખડી, રોટલા, ઢોકળા આમ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી અને આ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

જે પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃત્તિય ક્રમાંક મેળવનાર વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને મંચસ્થ મહેમનોના હસ્તે પ્રમાણપત્ર આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં ભાગ લીધેલ તમામ કર્મચારીશ્રીઓ, સ્પર્ધાના નિર્ણાયકો અને ભૂલકાઓને પ્રોત્સાહન સ્વરૂપે ભેટ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીના બહેનોને ૧ થી ૩ ક્રમાંક અનુસાર માતા યશોદા એવોર્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર સ્વરૂપે અનુક્રમે રૂ.૪૧,૦૦૦ અને રૂ.૨૧,૦૦૦ રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અત્રે વિજેતા બનેલા બહેનો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આગળ જશે.

કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી મયુરીબેન ઉપાધ્યાય દ્વારા કરાયું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ વાંકાનેરના સી.ડી.પી.ઓ. શ્રી ડો. વૈશાલીબેને કરી હતી. તેમજ આંગણવાડીના ભૂલકાં અને બહેનો દ્વારા અભિનય નૃત્ય અને અભિનય ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન આઈ.સી.ડી.એસ. શાખામાંથી જિલ્લા પી.એચ.સી. રમેશભાઈ ધોરીયાએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખામાંથી કર્મચારીઓએ તૈયાર કરેલ બાળવાર્તા અને બાળગીતને રાજ્ય કક્ષાએ પુરસ્કૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કમળાબેન ચાવડા સહિતના અધિકારી અને કર્મચારીઓએ, વાલીઓ,  લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં આંગણવાડીના બાળકો હાજર રહ્યા હતા.
















Latest News