મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર બાઈક સવારને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીના ઘુંટુ રોડ ઉપર બાઈક સવારને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર યુવાનને આઇસરના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઘુંટુ રોડ ઉપર આવેલા આલ્ફા સીરામીક નજીક અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઈને જઈ રહેલા હાર્દિક મુકેશભાઈ પટેલ (૩૪) રહે.ઉમા રેસીડેન્સી ઘૂંટુ તા.જી.મોરબીના બાઇકને અજાણ્યા આઇસરના ચાલકે હડફેટે લીધું હતું.જેથી ઇજા પામેલ હાર્દિકભાઈ પટેલને મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવારમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડીએ બાલાજી લોખંડ નામના ડેલામાં રહીને મજૂરી કામ કરતા ગિરધારીલાલ સોહનલાલ શર્મા નામના ૨૩ વર્ષના યુવાનને તા.૨૬ ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરીને મારામારીના બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ હરીગુણ પ્લાઝા પાસે નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા લીલાબેન ધનજીભાઈ પટેલ નામના મહિલા રામધન આશ્રમ નજીકથી પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બઇક સવારે તેઓને ઝપટે લેતા લીલાબેનને શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસમાં જાણ થતા સ્ટાફના હિતેશભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે રહેતા અલ્કાબેન મધુકરભાઈ ગાયકવાડ નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને ઉલ્ટીઓ થતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

ધાંગધ્રાના જસમતપુર ગામે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ મનજીભાઈ પરહાડીયા નામના ૨૪ વર્ષના યુવાનને નરાડી ગામે આવેલ ખારેશ્વર મહાદેવના મેળામાં ફરતા સમયે કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા પગનું હાડકું ભાંગી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મીંયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા જેતુનબેન કાદરભાઈ જેડા નામના ૨૭ વર્ષીય મહિલા તા.૨૭ ના રોજ મોડી રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે કાજરડા નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં ઈજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

માટેલ અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ઓરૈયા જીલ્લાના પઢાપુર ગામના ત્રિમોહનસિંઘ પ્રતાપભાનુ નામના ૩૪ વર્ષના યુવાનને અજાણ્યા વાહન હડફેટે ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News