બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટ લેતા આધેડનું મોત


SHARE







































મોરબીના ટિંબડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટ લેતા આધેડનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં મોરબીના અમરનગર ગામ પાસે આવેલ રવિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એસઈસી ક્રેન સર્વિસની ઓફિસમાં રહેતા સલમાનખાન સલીમખાન પઠાણ (27)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 32 જીડી 9383 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામ નજીકથી તેઓના પિતા સલીમખાન ભુરાખાન પઠાણ (53) તેનું બાઈક નંબર જીજે 1 યુજે 2363 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેઓના બાઇકને ટ્રક ટ્રેલરથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને ડાબા પગના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. એ.બી.મિશ્રા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ગુલાબ પાન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજેશભાઈ ચંદુભાઈ ગણાત્રા (53) રહે. સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાછળ શેરી નં-4 મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3600 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો
















Latest News