મોરબીમાં રામ કુવા વાળી શેરીમાં જાહેરમાંથી 50 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
SHARE






મોરબીમાં રામ કુવા વાળી શેરીમાં જાહેરમાંથી 50 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
મોરબીના ત્રાજપર ખારી પાસે આવેલ રામ કુવા વાળી શેરીમાં રહેતા શખ્સનાં ઘર સામે જાહેરમાંથી દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 50 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 10,480 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારી રામ કુવા વાળી શેરીમાં રહેતા નિલેશભાઈ ડાભીના ઘરની સામેના ભાગમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 50 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 10,480 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપરથી હાજર મળી આવતા પોલીસે નિલેશભાઈ ભરતભાઈ ડાભી (20) રહે. રામ કુવા વાળી શેરી, ત્રાજપર ખારી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
117 લિટર દેશી દારૂ
મોરબીના ત્રાજપર ખારી પાસે આવેલ યોગીનગરમાં રહેતા નરેશભાઈ પરસોતમભાઈ કોળીના રહેણાંક મકાનના ફળિયામાં બી ડિવિઝન પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 117 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 23,400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ પરસોતમભાઈ કોળી અને સુરેશભાઈ અમરશીભાઈ સારલા રહે. બંને યોગીનગર ત્રાજપર ખારી મોરબી વાળાની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે


